શ્રી ડેપા જૈન મહાજન ટ્રસ્ટના અવિરત કાર્યોના આપ સૌ સાક્ષી છો જ ! ! ! આપના સ્નેહાળ સાથ સહકારને કારણે જ અમે સુંદર કાર્યો કરી શકીએ છીએ. આપ જ અમારા હમસફર છો. નુતન કમીટીની હથેળીમાં સુકાન મળ્યુ. સમાજ દીર્ધદ્રષ્ટાઓએ કંડારેલી કેડીએ પગલા પાડી રહેલી અમારી નૂતન કમીટી એટલે, ઘટમાં ઘોડા થનગને અને આતમ વિંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ. પુરૂષાર્થ અને આત્મવિશ્વાસથી પડકારોને પરિણામોમાં બદલાવવામાં માનતા અમે... !
ચેરીટી કમિશ્નર તરફથી સંસ્થાની મંજુરી મેળવવી. સંસ્થામાં પ્રથમ વખત નારી શક્તિને સ્થાન મહિલા સશક્તિ કરણ ને પ્રાધાન્ય આપવુ. ઝાઝા હાથ રળિયામણાને સાર્થક કરતી વિવિધ સમિતિઓ... શિક્ષણ સમિતી, ધાર્મિક સમિતિ, મેડિકલ સમિતી, રમતગમત સમિતી, જનરલ સમિતી, વરિષ્ઠ નાગરીક સમીતી, સ્થાનિક સમીતીની રચના કરાઈ જેથી કાર્યો સરળ રીતે પાર પડી રહ્યા છે. પા...પ।...પગલી ભરતુ આપણુ આ ટ્રસ્ટ બીજમાંથી ઘટાદાર વૃક્ષ બનવા તરફ આગળ વધી રહ્યું છે.
જીવદયા, વૈદકીય, ધાર્મિક શૈક્ષણિક, રમતગમત, કપરા સમયમાં જરૂરીયાતમંદ સાધર્મિક પરિવારોને સહાય. મેડીકલેઈમ સહાય, શૈક્ષણિક સહાય જેવી મુંબઈ અને સ્થાનિકની પ્રવૃતિઓથી ડેપા ગામ ધમધમી રહ્યું છે. મારા સાથી અધિકારી અને કારોબારી સભ્યોના અસાધારણ આયોજન તથા વહીવટી શકિત અને આપ સૌના હદયરૂપી ધરતી ... પ્રેરણાનું જળ અને પુરૂષાર્થના પ્રાણવાયુ વડે આ ટ્રસ્ટ અત્યારે રોકેટની ગતિએ પોતાનો ગ્રાફ દિન પ્રતિદિન ઉચ્ચ સ્થાને પ્રગતિમય પંથે જઈ રહ્યું છે.
સોનામાં સુગંધ ભળે તેમ પાંખો મળી અમારા ઉડયનને અને આંખોમાં અંજાયુ કાજળ વેબસાઈટનું. આમતો વિશ્વ ઘણું નાનું છે. કોમ્પ્યુટર અને જેટ યુગમાં એકબીજાના સંપર્કના માધ્યમો વધ્યા છે. પરંતુ, પૂરતી માહિતીના અભાવે આપણે પાછળ રહી જઈએ છીએ.
સોનામાં સુગંધ ભળે તેમ પાંખો મળી અમારા ઉડયનને અને આંખોમાં અંજાયુ કાજળ વેબસાઈટનું. આમતો વિશ્વ ઘણું નાનું છે. કોમ્પ્યુટર અને જેટ યુગમાં એકબીજાના સંપર્કના માધ્યમો વધ્યા છે. પરંતુ, પૂરતી માહિતીના અભાવે આપણે પાછળ રહી જઈએ છીએ.
વેબસાઈટના અનાવરણથી દીપે... રૂપેરી અરૂણ પ્રભાત...
ડેપાના ગૌરવવંતા અવસરિયાની... આ છે દિવ્યભાત...
ડેપાના વ્યાપ અને વિસ્તારની વિસ્તૃત થતી પ્રત્યેક ક્ષિતિજનું સંવર્ધન કરવાના સંકલ્પ સાથે આપણે એક-મેકની નજદીક આવી સુખ-દુઃખના સરવૈયા માંડી શકીએ. આપણું સોનેરી શમણું સાકાર થયાની પરિતૃપ્તી સાથે.
શુક્રીયા અદા કરતે હૈ દિલ કી ગહરાઈ સે આપ સભી કા
સ્વાગત અભિવાદન કરતે હૈ આંસમા કી ઉચાઈ સે આપ સભી કા