આ “કાંક ચંદ્ર ઊગે છે ને, ચાંદની અમારામાં છવાય છે ,
ક્યાંક સૂર્ય ઊગે છે ને, અજવાળું અમારામાં છવાય છે
સ્ત્રી તો છે પ્રેમથી પ્રસન્ન, ધૈર્ય ને સ્નેટયી ઉત્કટ,
ત્યાગ ને તર્પણની ભાવના સાયે શ્રધ્ધાની મૂર્તિ.
લાગણીને માવજતથી પલ્લવિત ધબકતા હૈયામાં કામ અને લગન સાથે “ડેપા ગુંજન મહિલા મંડળ”ના નેજા હેઠળ
સંસ્થાની રજત જયંતિ વર્ષ નિમિત્તે આ સ્નેહ સંબંધોનો સેતુ-પરિવાર-પરિચયનું કાર્ય હાથે ધર્યું અને અક્ષરની આંગળી ઝાલી આત્મીયતાની ઓળખાણ કરાવવાનું બીડું ઝડપ્યું. અને કંઈક નવો વિચાર અને જિજ્ઞાસાનો ભાવ શ્રી ડેપા ગુંજન મહિલા મંડળના પદાધિકારીઓના મનમાં સ્ડુર્યો. મંડળના રજત જયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે કંઈક અનોખું કરી, નારી શક્તિને ઉજાગર કરી, સમયના વહેતા વહેણ સાથે સુંદર-દળદાર “ઢ્રિતીય વસ્તીપત્રક તથા ટેલિફોન ડિરેકટરીનું નિર્માણ કરી ગામવાસીઓને અનમોલ નજરાણું આપવું અને આ પ્રસ્તાવ સાથે શ્રી ડેપા મુંબઈ મહાજનના શ્રી લાલજીભાઈ (બાબુભાઈ) વેરશી સાવલા તથા શ્રી ઘીરજભાઈ રાંભિયા સાથે ચર્ચા-વિચારણા થતાં તેમણે પણ મંજૂરી દર્શાવતા આ મંગલ કાર્યના બીજ સેપાણાં.
સંસ્થાના પદાધિકારીઓ અને કમિટી મેમ્બર્સની આ કાર્યને આંબવાની અદમ્ય અભિલાષા સાથે આ કાર્ય પૂર્ણ થયું. આ આખીયે પ્રવૃત્તિ દરમ્યાન કોરા કાગળનો મુકાબલો રંગોળી બનીને હદયસ્થ થયો. કાગળ ને ફરી પાછું વૃક્ષત્ત્વ પ્રાપ્ત થયું હોય એવો અહેસાસ અકબંધ રહ્યો. ફ્લશ્રુતિટૂપે જાણે અમારી વિવિધ પ્રવૃત્તિઓના ઉપક્રમે નકો આયામ આજે પાને પાને ઉજવીએ છીએ... વળી ૨૫ વર્ષની આ અડગ યાત્રામાં વિશ્ચના વહેણ સાથે કદમ મિલાવવા મારા દરેક સાથીઓ કટિબધ્ધ રહ્યા છે. અમારા માનસપટ પર આ યાત્રાની કેલિડોસ્કોપની જેમ કેટલીયે મનમોહક સ્મૃતિઓની આકર્ષક આકૃતિઓ અંકિત થઈ જાય છે.
રજત જયંતિની આ સોનેરી સફરમાં સંસ્થાના પાયાના પથ્થરથી માંડીને પ્રત્યક્ષ-પરોક્ષ સાથ-સહકાર આપનાર સૌનો અંતઃકરણપૂર્વક આભાર.... આ તકે અમારા માનવંતા ભૂતપૂર્વ પ્રમુખ શ્રીમતી ઈંદિરાબેન માર્, હેમલતાબેન ગાલા, રેખાબેન સાવલા, વાસંતીબેન છેડા, હર્ષાબેન સાવલા, કુસુમબેન મારૂ, ચેતનાબેન સાવલા તથા ભૂતપૂર્વ અધિકારીઓ, કમિટિ મેમ્બર્સના સહયોગ બદલ ખૂબ ખૂબ આભાર. આ સાથે ડેપા મુંબઈ મહાજન, ડેપા યુવક મંડળના સર્વે કાર્યકર્તાઓ, સખીદિલ દાતાશ્રીના પરિવારો, ગામના વડીલો, ભાઈઓ-બહેનો-બાળકોનો ખૂબ ખૂબ આભાર.
આપ સૌના સહયોગ વિના અમારી પ્રવૃત્તિઓ શક્ય નહોતી. આવી જ સુંદર રીતે આપ સહુના સહકારની અપેક્ષા. સંસ્થા સાથે જોડાયેલી પ્રત્યેક ક્ષણ આપ સહુના ત્રકણ સ્વીકારની છે.
“પદપંકજ પગદંડી સેવાની આંકે જે સત્યમ-શિવમ-સુંદરમ્ સમાજ રચાવે.”